<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત :બે કાર ટકરાતા એક મહિલા અને ત્રણ પુરુષો સહિત 5 લોકોના મોત

ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક અકસ્માત :ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે સામસામી ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ 5 લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

   મળતી વિગત મુજબ ધોલેરા-ભાવનગર હાઇવે પર કીયા અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગર તરફથી આવી રહેલી કિયા કાર અને ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહેલી સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે

મૃતકોના નામ

ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)

અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)

ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)

તીર્થ ગૌરવભાઈ ડોબરીયા (સાયન્સ સિટી પાસે, અમદાવાદ)

દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી (પાલીતાણા)

(6:36 PM IST)