News of Monday, 12th May 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 500 રૂપિયા સુધી બોલાયો : જાણો 19 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 2,740.65 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 2,740.65 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 500 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 300 રૂ. અને નીચો ભાવ 60 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 400 રૂ., ભરૂચમાં 360 રુ., મહુવામાં 346 રૂ., આણંદમાં 300 રૂ., ગોંડલમાં 226 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,740.65 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
