તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 12th May 2025
એક જ પરિવારના ચાર સભ્યોને વિજકરંટ લાગતા એકનું મોત નીપજ્યુ
અંબાલી ગામમાંથી એક કરૃણ ઘટના સામે આવી છેઃપતરાવાળા બે માળના મકાનની છત સરખી કરવા જતા આ ગોઝારી દુર્ઘટના ઘટી છે પતરા પર સર્વીસ વાયર બ્રેક હોવાથી વિજ કરંટ લાગ્યો

વડોદરા : વાઘોડિયાના અંબાલી ગામમાં વાવાઝોડામાં મકાનના પતરા ઉડી જતા વિજકરંટ લાગવાથી એક પરિવારના ચાર સભ્યોને ઇજા પહોંચી, જેમાં વનરાજભાઈનું મોત અને તારાબેનની સ્થિતિ નાજૂક છે.
વડોદરાઃ વાઘોડિયાના અંબાલી ગામમાંથી એક કરૃણ ઘટના સામે આવી છે. ગુજરાતમાં થોડા દિવસથી મિની વાવાઝોડાની સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાઘોડિયાના અંબાલી ગામમાં વાવાઝોડામાં એક દંપતીના મકાનના પતરા ઉડી ગયા હતા. જેથી દંપતી તેને સરખા કરી રહ્યા હતા. આ દરમિયાન એક જ પરિવારના ચાર લોકોને વિજકરંટ લાગ્યો હતો. જેમાંથી ઘરના મોભીનું મોત નીપજ્યું છે. જ્યારે પત્નીની પરિસ્થિતિ નાજૂક છે અને સારવાર ચાલી રહી છે. વાઘોડિયા પોલીસને ઘટનાની જાણ કરાતા વઘુ તપાસ હાથ ઘરી છે.
વાઘોડિયાના અંબાલી ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોને વિજકરંટ લાગતા એકનું મોત નીપજ્યુ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, પતરાવાળા બે માળના મકાનની છત સરખી કરવા જતા આ ગોઝારી દુર્ઘટના ઘટી છે. પતરા પર સર્વીસ વાયર બ્રેક હોવાથી વિજ કરંટ લાગ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. એકબીજાને બચાવવા જતા કુલ ચાર લોકોને વિજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ સ્ય્ફઝ્રન્ ને કરવામા આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને વધુ કામગીરી હાથ ધરી હતી
ગામના સ્થાનિક, મહેન્દ્રસિંહ પરમારે આ આખી ઘટના અંગે જણાવતા કહ્યુ કે, હાલ થોડા દિવસ પહેલા જે વાવાઝોડું આવ્યું હતુ. તેમાં આ લોકોના ઘરના પતરા ઉડી ગયા હતા. જેથી આજે સવારે વનરાજભાઈ અને તારાબેન પતરા સરખા રપવા માટે ચડ્યા હતા. તે સમયે થાંભલાવાળો સર્વિસો વાયર કપાયેલો હતો તેનાથી વાયરનો કરંટ સીધો પતરા પર ઉતર્યો અને આ બંને જણને લાગી ગયો હતો. જેના કારણે વનરાજસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ.
જ્યારે તારાબેન પરમારની હાલત નાજૂક છે અને તેમની સારવાર ચાલી રહી છે. ૫૬ વર્ષના તારાબેન ચંદ્રસિંહ પરમારની સ્થિતિ ગંભીર છે. હાલ તેમની સારવાર ૈંઝ્રેંમાં ચાલી રહી છે. જ્યારે ૩૮ વર્ષના પ્રવીણભાઈ ચંદ્રસિંહ પરમાર અને ૪૫ વર્ષના પ્રકાશભાઈ પર્વતભાઈ પરમારની સ્થિતિ સામાન્ય છે. હાલ આ ત્રણેવની સારવાર ચાલી રહી છે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
