<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

એકતાનગર નર્મદા મેઇન કેનાલ રોડ પર સાઇકલ સવારને ઈકોના ચાલકે અડફેટે લેતા મોત

મરનાર વ્યક્તિ સાઈકલ લઈ.ખેતરે જતા ઈકો ચાલકે અકસ્માત કરી સાઈકલ સવારનું મોત.નિપજાવી નાશી છૂટ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર કેનાલ પાસે ઈકો ગાડીના ચાલકે સાઇકલ સવારને અડફેટે લેતા તેમનું મોત થયું હતું

    મળતી માહિતી અનુસાર મહેશભાઇ નટવરભાઇ તડવી (રહે.ઉંડવા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ એક ઇક્કો ગાડી રજી.નં.GJ.15-CG- 0475 ના ચાલકે પોતાના કબ્જા ની ગાડી પુરઝડપે હંકારી લાવી સાઇકલ લઇને ખેતરે જતા મહેશભાઈ તડવીના કુટંબી ભાઇ કમલેશભાઇ ચંદુભાઇ તડવીને શરીરના અંદરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી નાશી જઇ ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે ઈકો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:17 PM IST)