<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે ચણા ખરીદ્યાઃ ૧૦૦ કરોડની ચૂકવણી

૨૧ એપ્રિલથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈઃ ૧૨૮ કેન્‍દ્રો પર રાજ્‍ય સરકાર કરી રહી છે ચણાની ખરીદી

 

 

અમદાવાદ,તા.૧૩: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના પાકોનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્‍ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું.

આ વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યના ખેડૂતો પાસેથી ૪૩૧ કરોડ રૂપિયામાં ૭૬,૪૦૦ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવી છે. અત્‍યાર સુધીમાં રાજ્‍ય સરકારે ૧૦૦ રૂપિયાની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, કુલ ૧૨૮ કેન્‍દ્રો પર રાજ્‍ય સરકાર ચણાની ખરીદી કરી રહી છે. જેમાં સરકાર દ્વારા કુલ ૧.૧૪ લાખ જેટલા ખેડૂતોને ચણાની ખરીદી માટે મેસેજ પણ મોકલવામાં આવ્‍યો છે.

મેસેજ મળતાની સાથે ખેડૂતોએ ચણાના વેચાણ માટે નોંધણી પણ શરૂ કરાવી દીધી છે. અત્‍યારે સુધીમાં ૩.૩૩ લાખ જેટલા ખેડૂતોએ ચણાના વેચાણ માટે નોંધણી કરાવી દીધી છે. સરકારે ટેકાનો ભાવ કેટલો રાખ્‍યો છે તે જાણવું પણ જરૂરી છે. ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની આ ઉનાળુ સિઝન દરમિયાન ચણાનો ભાવે પ્રતિ ક્‍વિન્‍ટલે ૫,૬૫૦ રૂપિયા જાહેર કર્યો હતો.

ભારત સરકાર દર વર્ષે પી.એમ.આશા યોજના હેઠળ ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્‍ય સરકાર દ્વારા ૧૨૮ કેન્‍દ્રો પર ૨૧ એપ્રિલથી ૯૦ દિવસ માટે આ ખરીદી શરૂ કરી દેવામાં આવી છે.

આ વર્ષે ખેડૂતોને ચણાના પાકમાં સારો એવો ફાયદો થયો છે. ખેતીમાં કોઈ આફત આવી નથી એટલા માટે ચણાનો પાક પણ સારો થયો છે. એટલું જ નહીં પરંતુ ટેકાના ભાવ પણ સારા જાહેર થતા ખેડૂતોમાં આનંદ જોવા મળશે.(૪૦.૭)

(9:40 AM IST)