તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
ગમે તેટલી સંપતિ મળેપણ જો તેમાં સંસ્કાર નથી તો તો તમામ સંપતિ શાપરુપ છે. માટે નાનપણમાં બાળકોને સંસ્કાર આપવા-ગુરુવર્ય સદ્શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી
SGVP ગુરુકુલમાં યોજાયેલ બાલ સંસ્કાર શિબિરમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો ભવ્ય કાર્યક્રમ યો.જાયો

શિબિરના અંતિમ દિવસે શિબિરાર્થી 500 બાળકો અને 200 બાલિકાઓએ પોતાના માતા પિતાના ચરણ ધોઇ આરતિ ઉતારી પૂજન કર્યું.
અમદાવાદ તા.11 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી,પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાઅને સર્વમંગલદાસજી સ્વામીતથા અન્ય સંતોની આગેવાની નીચે SGVP ગુરુકુલમાં તા 5-5-2025 થી 11-5-2025 દરમ્યાન સાત દિવસ દરમ્યાન યોજાયેલ બાલ સંસ્કાર શિબિરના અંતિમ દિવસે યોજાયેલ સભામાં,પોતાના માતા પિતાની હાજરીમાં માતૃપિતૃભવનો અનોખો કાર્યક્મ યોજાયો હતો.જેમાં 500 બાલકો અને 200 બાલિકાઓએ પોતાના માતા પિતાના ચરણ ધોઇ આરતિ ઉતારી ભાવ પૂજન ક્રર્યું હતું.
આપ્રસંગે બાળકોએ પોતાના માતા પિતા સમક્ષ પીરામીડ,હાસ્ય રુપક વગેરે સાંસ્કૃતિક ક્રાર્યક્રમ રજુ કર્યો હતો. અને શિબિર દરમ્યાન પોતાને જે અનુભવ તયા તેનો પ્રતિભાવ આપ્યો હતો.
આ પ્રસંગે અમેરિકા સત્સંગ યાત્રાએ પધારેલ ગુરુદેવ સદ્ગગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ગમે તેટલી સંપતિ મળે પણ જો તેમાં સંસ્કાર નથી તો તે તમામ સંપતિ શાપ રુપ છે.માટે નાનપણમાં બાળકોને સંસ્કાર આપવા
આ પ્રસંગે પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે,.આ શિબિર પૂર્ણ કરી તમે ઘેર જઇ રહ્યા છો ત્યારે આ સંસ્કારધાત્રી ગુરુકુલ સંસ્થાને તમે ક્યારેય ભૂલશો નહીં. માતાપિતાની સેવા કરજો ભગવાનને કયારેય ભૂલશો નહી.આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે જ્યા આપણને માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવના પાઠો શીખવાડે છે.
માતૃદેવો ભવ,પિતૃદેવો ભવની તમામ વ્યવસ્થા દર્શનપ્રિયદાસજી સ્વામી, શ્રુતિવલ્લધભદાસજી સ્વામી, શ્રુતિપ્રકાશદાસજી સ્વામી, સર્વમંગલદાસજી સ્વામી, બ્રહ્મવિહારીદાસજજી સ્વામી, વિશ્વપ્રકાશદાસજી સ્વામી, જનમંગલદાસજી સ્વામી, જ્ઞાનપ્રકાસદાસજી સ્વામી, ધર્મતનયદાસજી સ્વામી, સત્સંગઋભૂષણદાસજી સ્વામી, ભકિતનંદનદાસજી સ્વામી વગેરેએ સંભાળી હતી ----------------કનુભગત
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
