તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
વરસાદમાં થયેલા નુકસાનનો પ્રાથમિક સર્વે બે દિવસમાં કૃષિ વિભાગને મળશે
ખેડૂતોએ સરવે કરાવી સહાયની માગ કરતા રાજ્ય સરકારે નુકસાનીનો પ્રાથમિક અંદાજ મગાવ્યો હતો

અમદાવાદ : રાજયમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને મોટું નુકશાન થયાની ખેડૂતોની ફરિયાદ અને સહાયની માંગ ઉઠતા રાજ્ય સરકારે ખેતીના નુકશાનનો સર્વે કરાવાયો હતો
ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી ભારે પવન અને કરા સાથે વરસાદ થયો છે. રાજ્યમાં થયેલા વરસાદને કારણે ખેતરમાં તૈયાર પાક નષ્ટ પામ્યો છે. જ્યારે બાગાયતી પાકમાં ઝાડ પરથી કેરીઓ અને ચીકુ ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ સરવે કરાવી સહાયની માગ કરતા રાજ્ય સરકારે નુકસાનીનો પ્રાથમિક અંદાજ મગાવ્યો હતો. હવે નુકસાનીનો પ્રાથમિક સરવે બે દિવસમાં કૃષિ વિભાગને આપવામાં આવશે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
