તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
સીઝ ફાયર સાચું પણ સાવધાની હટી, દુર્ઘટના ઘટી.. ગુજરાતનું તંત્ર કોઈ જોખમ લેવા માગતું નથી..આ રહ્યા બોલતા પુરાવા
સુરત સીપી અનુપસિંહ ગેહલોત હજીરા રૂબરૂ પહોંચી તંત્ર સાથે લોકોની કસોટી કરીઃ રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ પણ નવલખી બંદરે પહોંચી સાગર સુરક્ષા અંતર્ગત માછીમારોને અપાયેલ તાલીમની કસોટી કરી : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક મધ્યરાત્રિએ વિવિધ પોલીસ મથક પોહચી, પોલીસ વિભાગની જાગળતિનું નિરિક્ષણ કર્યું. વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને રાજકોટ સીપી બ્રજેશ ઝા ટીમ પણ રણનીતિ મુજબ અવિરત કાર્ય ચાલુ રાખ્યું છે. : ભાવનગર રેન્જ વડા ગૌતમ પરમાર, એસપી ડૉ.હર્ષદ પટેલ દ્વારા તથા જુનાગઢ રેન્જ વડા નિલેશ જાજડિયા અને ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા દ્વાર જબરજસ્ત એકશન

રાજકોટ તા. વડા પ્રધાન દ્વારા રાષ્ટ્ર જોગ સંદેશમાં ૨૧ મિનિટના સંબોધનમાં એક મહત્વની સ્પષ્ટતા એ કરવામાં આવી કે જયા સુધી દુશ્મન દેશ દ્વારા દુઃસાહસ કરવામાં નહિ આવે ત્યાં સુધી જ યુદ્ધ વિરામ, પાકિસ્તાનની પ્રકળતિ ધ્યાને રાખી બોર્ડર અને વિશાળ દરિયા કાંઠો ધરાવતા ગુજરાતના તંત્ર દ્વારા કોઈ બેદરકારી દાખવવાને બદલે સુરક્ષા, સજ્જતા અભિયાન ચાલુ જ રાખ્યું છે.
રાજકોટ એરપોર્ટ ખોલવાની જાહેરાત પછી રાજકોટથી ઈન્ડિગો ફ્લાઇટ ટેક ઓફ નહીં થાય તેવા મેસેજ આ દિશામાં જ નિર્દેશ કરે છે
ભાવનગર રેન્જ શ ગૌતમ પરમાર અને એસપી હર્ષદ પટેલના આદેશ અનુસાર ભાવનગર પોલીસ દ્વારા દરિયાઈ નિરીક્ષણ કાર્ય પુરજોશમાં ચાલુ છે.ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા સહિતની ટીમો પણ એલર્ટ પર છે.
ગુજરાતની આર્થિક રાજધાની એટલે સુરત, સુરતની ટેકસટાઇલ ઉધોગ, હીરા ઉધોગની સુદૃઢ સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક રીતે ગોઠવનાર સુરત પોલીસ કમિશનર જાતે જ હજીરા પોહચી સુરક્ષા વ્યવસ્થા મુદે મહત્વની બેઠક કરી હતી. પોલીસ સાથે લોકો પણ ઉત્સાહમાં આવી સાવચેતી ન છોડે તેવી સલાહ આપવામાં આવેલ.
પોલીસની સતર્કતા ચેક કરવા મધ્યરાત્રિએ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક વિવિધ પોલીસ મથકો અને એન્ટ્રી પોઈન્ટ પોતાના BSF અનુભવ આધારે ચેક કરી સંતોષ વ્યક્ત કરેલ.
વડોદરા સીપી નરસિંહમાં કોમાર પણ પોલીસ તંત્ર સાથે લોકો પણ જાગળત રહે તેવી રણનીતિ ઘડી છે. રાજકોટ પોલીસ કમિ‘ર દ્વારા તં પીઆઇ શ્રી જાડેજા ટીમને મહત્વની જવાબદારી સુપ્રત કરી છે. સોશ્યલ મીડિયા પર ચારે સીપી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિર, દરિયા કિનારાની SP નિતેશ પાંડે ટીમ સાથે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવનાર રાજકોટ રેન્જ IGPવલખી બંદર પોહચ્યા હતા. મોરબી SP રાહૂલ ત્રિપાઠી અને DYSP પ્રતિપાલસિંહ ઝાલા પણ તેમની સાથે રહ્યા હતાં
પોલીસ સાથે લોકોની જાગળતિ ચકાસવા માછીમારો સાથે પણ રેન્જ વડા .અશોક કુમાર યાદવે સંવાદ કરી તેમની સાથે ચર્ચા કરી હતી. સામાન્ય સ્થિતિ સમયે આપેલ તાલીમ સાર્થક બન્યાનો સંતોષ અશોક કુમાર યાદવે અકિલા સાથેની વાતચીતમાં વ્યક્ત કરેલ.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
