<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

પ્રતાપનગર ગામમાં આવેલ વડીલોપાર્જિત જમીન પચાવી પાડી ધમકી આપનાર માતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ

કાકાએ માતા પુત્રને ભાગે કરવા જમીન આપી હતી ત્યારબાદ કાકા મૃત્યુ પામતા જમીન પચાવી પાડી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામમાં આવેલી જમીન પચાવી પાડનાર માતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

    પ્રાપ્ત વિગતો અનુસાર મનોજભાઈ ઘેલાભાઈ વસાવા ( રહે. પ્રતાપનગર ટંકારી ફળીયુ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ(૧) સંગીતાબેન વિરસીંગભાઈ વસાવા તથા (૨)હેમંતભાઇ વિરસીંગભાઇ વસાવા (બન્ને રહે. પ્રતાપનગર) નાઓએ  તેમની સંયુકત વડીલો પાર્જીત જમીન પ્રતાપનગર ગામની સીમમાં ખાતા નં.૧૦૩ સર્વ નંબર- ૭૪૬ જેનું ક્ષેત્રફળ ૧-૭૧-૮૪ હે. આર. ચો.મી. વાળી જમીન આવેલ છે જે જમીનમાંથી તેમના કાકા જાનીયાભાઈ બોડીયાભાઈ વસાવા નાઓના ભાગે આવેલ જમીન સને-૨૦૧૨ માં મૃત્યુ પામતા પહેલા ઉપરોકત આરોપીઓને ભાગે કરવા માટે આપેલ જે જમીન કાકા ના મૃત્યુ પછી માતા પુત્ર એ આજદીન સુધી જમીનનો કબ્જો છોડેલ નથી અને જમીનનો કબ્જો ખાલી કરવા અવાર નવાર જણાવતા માતા પુત્ર પાસે આ જમીનના વેચાણ દસ્તાવેજની માંગણી કરતા કોઇ દસ્તાવેજો કે પુરાવા આપેલ નહી અને મનોજભાઈ સાથે જમીન બાબતે અવાર નવાર ઝઘડો કરી મા-બેન સમાણી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરી.ની સયુક્ત માલીકીની જમીન પચાવી પાડી ગુનો કરતા આમલેથા પોલીસે માતા પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


 

(10:27 PM IST)