તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 14th May 2025
અમદાવાદના અજંલી ક્રોસ રોડ પાસે મહિલા કારચાલકે બાઇકને અડફેટે લીધી : એક યુવાનનું મોત : એક ગંભીર
અક્સ્માત બાદ મહિલા કાર છોડી ફરાર થઈ ગઈ : બંને યુવાનો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની:આર્યન બારડ અને બ્રિજેશ ડોડીયા બાઇક પર સવાર હતા

અમદાવાદમાં નારણપુરાના અંજલિ ક્રોસ રોડ નજીક અક્સ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં મહિલા કાર ચાલકે બાઈક પર સવાર 2 યુવકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજયું છે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અક્સ્માત બાદ મહિલા કાર છોડી ફરાર થઈ ગઈ છે. .
બંને યુવાનો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની છે. ગીર સોમનાથના આર્યન બારડ અને બ્રિજેશ ડોડીયા બાઇક પર સવાર હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવકને 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયો છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
