<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

હિલ સ્ટેશનોમાં હવામાનમાં પલટો : ડાંગના વઘઈ, આહવા તેમજ સાપુતારામાં વરસ્યો વરસાદ

સવારથી અસહય ગરમી બાદ સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી

અમદાવાદ : રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે છેલ્લા થોડા દિવસોથી વિવિધ જિલ્લામા કમોસમી વરસાદ વરસી રહયૉ છે, આ વરસાદથી ખેડૂતોને નુક્શાનની પણ બૂમો ઉઠી છે દરમિયાન રાજ્યના હિલ સ્ટેશનોના હવામાનમાં મોટો પલટો આવ્યો છે આજે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વઘઈ, આહવા તેમજ સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી અસહય ગરમી બાદ સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

(1:15 AM IST)