<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

સરકારી અધિકારીઓ મહેમાનોને નાસ્‍તો કે ભોજન કરાવી શકે તે માટેના નાણામાં વધારો

કલેકટર- ડી.ડી.ઓ. અતિથિઓને રૂપિયા ૧૮૦ સુધીની થાળી જમાડી શકશે નાસ્‍તાના રૂા.૨૦ના બદલે ૫૦ અને ભોજનના રૂા.૧૦૦ના બદલે રૂા.૨૫૦ ખર્ચી શકશે

રાજકોટ તા.૧૪: રાજય સરકાર દ્વારા અધિકારીઓને મળતા આતિથ્‍ય સત્‍કાર ભથ્‍થામાં વધારો કરવામાં આવ્‍યો છે. ગઇકાલે તા.૧૩મીએ સામાન્‍ય વહીવટ વિભાગ દ્વારા નાયબ સચિવ ભાવિતા રાઠોડની સહીથી પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે.

પરિપત્રમાં જણાવ્‍યું છે કે સરકારના અલગ-અલગ અધિકારીઓ માટે સરકારી કામકાજ અર્થે એમની મુલાકાતે આવતા વિવિધ મહાનુભાવો, અતિથિઓ તથા નાગરિકો માટે કરવામાં આવતા આતિથ્‍ય ભથ્‍થા/ અલ્‍પાહાર ખર્ચની મર્યાદા નિયત કરવામાં આવેલ છે. સદરહું સતા મર્યાદા વધારવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી તે મુજબ વધારો કરવામાં આવ્‍યો છે.

સચિવો માટે વ્‍યકિતદિઠ નાસ્‍તાના ખર્ચની મર્યાદા રૂા.૨૦ હતી તે વધારીને ૫૦ અને ભોજન માટે રૂા.૧૦૦ ના બદલે રૂા.૨૫૦ની મર્યાદા કરવામાં આવી છે. આતિથ્‍ય ખર્ચમાં વાર્ષિક ખર્ચની અધિકતમ મર્યાદા રૂા.૨૫ હજાર રહેશે. સચિવ દરજ્જતા પણ આતિથ્‍ય- હોદો, ખર્ચ ભથ્‍થુ આકારતા ન હોય તેવા ખાતાના વડાઓ માટે પણ ખર્ચ મર્યાદાનું ધોરણ આ રીતે જ રહેશે. વહીવટી વિભાગમાં અધિક સચિવ, સંયુકત સચિવ, નાયબ સચિવ, ખાતાના વડા, પ્રાદેશિક વડા, અધિક કમિશનર વગેરે માટે નાસ્‍તાની મર્યાદા રૂા.૧૫ના બદલે ૩૫ કરવામાં આવી છે. ભોજન ખર્ચ કરાવવાની સતા તેમને આપવામાં આવી નથી. કલેકટર-ડી.ડી.ઓ. માટે આતિથ્‍ય સત્‍કારની વ્‍યકિત દિઠ મર્યાદા નાસ્‍તાના રૂા.૧૫ના બદલે  રૂા.૩૫ અને ભોજનના રૂા.૭૫ના બદલે રૂા.૧૮૦ રહેશે. વાર્ષિક મહતમ ખર્ચ મર્યાદા ૧૨૫૦૦ નકકી કરવામાં આવી છે

(11:57 AM IST)