<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

વલસાડ, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં વલસાડ, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે.40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે. પાંચ દિવસ બાદ તાપમાનમાં વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

 

ગુજરાતના અમદાવાદ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મહેસાણા, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. કચ્છમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ડાંગ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

 


 

(12:07 PM IST)