News of Wednesday, 14th May 2025
રાજ્ય સરકારની ખેડૂતલક્ષી પહેલ : ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ : ૨૫ મે સુધી ઓનલાઈન નોંધણી કરાવો
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૮,૬૮૨ના ટેકાના ભાવે ખરીદી : ગ્રામ્ય કક્ષાએ વિનામૂલ્યે નોંધણીની સુવિધા ઉપલબ્ધ

ગાંધીનગર: રાજ્ય સરકારે ખેડૂતોને તેમની ઉનાળુ મગની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૮,૬૮૨નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં APMCમાં ઉનાળુ મગનો બજાર ભાવ આશરે રૂ. ૬,૭૭૨ પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આથી, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળુ મગને ટેકાના ભાવે વેચવા ઇચ્છતા રાજ્યના ખેડૂતોએ આવતીકાલ તા. ૧૫ મે, ૨૦૨૫ થી આગામી તા. ૨૫ મે, ૨૦૨૫ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણી માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ઉનાળુ મગની ખરીદી કરવામાં આવશે અને આ માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે, તેમ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું. આ નિર્ણયથી રાજ્યના મગ પકવતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળશે અને તેમને આર્થિક રાહત થશે.
રાજ્ય સરકારની ખેડૂતલક્ષી પહેલ: ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ, ૨૫ મે સુધી ઓનલાઈન નોંધણી કરાવો
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૮,૬૮૨ના ટેકાના ભાવે ખરીદી, ગ્રામ્ય કક્ષાએ વિનામૂલ્યે નોંધણીની સુવિધા ઉપલબ્ધ
ગાંધીનગર: રાજ્ય સરકારે ખેડૂતોને તેમની ઉનાળુ મગની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૮,૬૮૨નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં APMCમાં ઉનાળુ મગનો બજાર ભાવ આશરે રૂ. ૬,૭૭૨ પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આથી, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળુ મગને ટેકાના ભાવે વેચવા ઇચ્છતા રાજ્યના ખેડૂતોએ આવતીકાલ તા. ૧૫ મે, ૨૦૨૫ થી આગામી તા. ૨૫ મે, ૨૦૨૫ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણી માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ઉનાળુ મગની ખરીદી કરવામાં આવશે અને આ માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે, તેમ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું. આ નિર્ણયથી રાજ્યના મગ પકવતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળશે અને તેમને આર્થિક રાહત થશે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
