<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

અમદાવાદ શહેરમાં ઓઢવ અને નિકોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2201 ઘર બનીને તૈયાર થઈ ગયા

ઘરોમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો પણ લાગી ગયા, ઉપરાંત મીટર, દરવાજા તમામ જરૂરી બાબતોની બારીકાઈથી ચકાસણી કર્યા પછી હવે લોન્ચ માટે રેડી

અમદાવાદ તા.૧૪ : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરનાર અમદાવાદમાં રેહનાર લોકો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ તેઓને ઘરનું ઘર મળનાર છે. અમદાવાદ શહેરમાં ઓઢવ અને નિકોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2201 ઘર બનીને તૈયાર થઈ ગયા છે. 

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા આ ઘરોમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો પણ લાગી ગયા છે. આ ઉપરાંત મીટર, દરવાજા તમામ જરૂરી બાબતોની બારીકાઈથી ચકાસણી કર્યા પછી હવે લોન્ચ કરવા માટે રેડી છે. 

અમદાવાદ મહાનગર પાલિકાના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિકોલમાં 08 ઘર અને ઓઢવમાં 1593 ઘર સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે. 

પહેલી નજર જોતા આ ઘરો એકદમ સુંદર દેખાઈ રહ્યા છે વળી દરેક ઘરમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવે અને હવાની અવર જવર રહે તેવી સુંદર રીતે બનાવાયા છે. દરેક ઘરમાં ગેસની લાઈન પણ આપવમાં આવી છે.

(4:10 PM IST)