News of Wednesday, 14th May 2025
હવે હું દેશની ટોચની કોલેજમાં પ્રવેશ મેળવીને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માંગુ છું : અમદાવાદની ઈશાની દેબનાથે CBSEમા 500 માંથી 500 ગુણ મેળવ્યા
બોર્ડ પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત શાળામાં ભણાવાતા વિષયોનું રિવિઝન કર્યું, ડાઉટ્સ પર સમયસર ધ્યાન આપ્યું, શિક્ષકો દ્વારા આપવામાં આવેલા કાર્યો સમયસર પૂર્ણ કર્યા અને પાછલા વર્ષના પ્રશ્નપત્રોનો સોલ્વ કર્યા

અમદાવાદ તા.૧૪
હાલમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદની ઈશાની દેબનાથે આ પરીક્ષામાં પોતાના રીઝલ્ટથી તમામને ચોંકાવી દીધા છે. ઈશાનીએ 500 માંથી 500 ગુણ મેળવ્યા છે. ઈશાનીએ માનવશાસ્ત્રના પાંચેય વિષયો અંગ્રેજી કોર, ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.
આ રીતે કરી તૈયારી
અમદાવાદના DPS બોપલમાં અભ્યાસ કરતી ઈશાની દેબનાથે કહ્યું કે, બોર્ડ પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, મેં શાળામાં ભણાવાતા વિષયોનું રિવિઝન કર્યું, મારા ડાઉટ્સ પર સમયસર ધ્યાન આપ્યું, શિક્ષકો દ્વારા આપવામાં આવેલા કાર્યો સમયસર પૂર્ણ કર્યા અને પાછલા વર્ષના પ્રશ્નપત્રોનો સોલ્વ કર્યા હતા.
ઈશાનીએ વધુમાં કહ્યું કે, હવે હું દેશની ટોચની કોલેજમાં પ્રવેશ મેળવીને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માંગુ છું. 500 માંથી 500 ગુણ મેળવવામાં શાળાના આચાર્યની પ્રેરણા અને શિક્ષકોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થયું. મારા માતા-પિતાએ હંમેશા મને મારા લક્ષ્યો પ્રત્યે દૃઢ રહેવા અને લગનથી કામ કરવા પ્રેરણા આપી છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
