<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ગોંડલને હવે મિર્ઝાપુર બનતું અટકાવવું પડશે: ટિકીટમાં કોઈની બાપુજીની પેઢી હોય તે પ્રકારે ના ચાલે : હું વિધાનસભાની ચૂંટણી લડીશ : નિખિલ દોંગા

નિખિલ દોંગાએ કહ્યું કે, મને રસ્તામાંથી હટાવવા માટે જયરાજસિંહે 2 વખત તાલુકા પંચાયતની ઓફર કરી જો કે તે ઓફરનો મે અસ્વિકાર કર્યો હતો. હવે હું વિધાનસભા લડીશ

ગોંડલના વિવાદ વચ્ચે નિખીલ દોંગાના હુંકારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર નેતા નિખીલ દોંગાએ ગોંડલથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગોંડલથી ચૂંટણી લડવાની નિખીલ દોંગાએ જાહેરાત કરી હતી. વિધાનસભાની ટિકીટમાં કોઈની બાપુજીની પેઢી હોય તે પ્રકારે ન ચાલે તેમ કહીને દોંગાએ જયરાજસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. જયરાજસિંહને હું બહાર હોવ તો બિક લાગે છે. હું બહાર હોવ તો જયરાજસિંહને કારકિર્દી ખતમ થઇ જવાનો ડર સતાવે છે.

નિખિલ દોંગાએ કહ્યું કે, મને રસ્તામાંથી હટાવવા માટે જયરાજસિંહે 2 વખત તાલુકા પંચાયતની ઓફર કરી હતી. જો કે તે ઓફરનો મે અસ્વિકાર કર્યો હતો. હવે હું વિધાનસભા લડીશ તેમ પણ જાહેરાત કરી હતી. અલ્પેશ કથીરિયા આવ્યા ત્યારે હુમલો થયો તે વાતનું મને દુખ છે. પરંતુ ગોંડલને હવે મિર્ઝાપુર બનતું અટકાવવું પડશે. જેના માટે સમગ્ર પાટીદાર સમાજને સાથે લઇને હું વિધાનસભાની ચૂંટણી લડીશ તેમ નિખીલ દોંગાએ જણાવ્યું હતું.

2027માં ગોંડલમાંથી ચૂંટણી લડવાના સવાલમાં જનતા કહેશે તેમ કરીશ તેવું પણ જણાવ્યું હતું. ગોંડલમાંથી જયરાજસિંહના પરિવારમાંથી જ ટિકિટ મળવા અંગે પણ સવાલ કરાતા જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું પાર્ટી નક્કી કરે એને ટિકિટ મળે છે. ખોટા બણગા ફૂંકવાની કંઈ જ નહી થાય. સૌરાષ્ટ્રમાં આવવાની પરવાનગી નથી એટલે હું સુરતમાં છું પરંતુ ટુંક જ સમયમાં હું સૌરાષ્ટ્રમાં જરૂર આવીશ. નિખીલ દોંગાને કોના સપોર્ટ છે તેના જવાબમાં કહ્યું,ગુરુ અમરગીરીનો મને સપોર્ટ કરી રહ્યા છે.

ગોંડલમાં પટેલોની વસ્તી વધુ છે,જો તે ચૂંટણી લડે તો જયરાજસિંહને નુકસાન થશે તેવો પણ દાવો દોંગાએ કર્યો હતો. ડરના લીધે જયરાજસિંહ હું બહાર આવું તેમ ઈચ્છતા નથી. મને તાલુકા પંચાયતની ઓફર મળી ત્યારે મને પાવરની ખબર નહોતી. 2020માં ઓફર આપવામાં આવી ત્યારે મે રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી. જો કે હવે જે સ્થિતિ સર્જાઇ છે તેને જોતા મારે ચૂંટણી લડવી ફરજિયાત બની છે.

 

પોલીસ જાપ્તામાંથી ભાગવાના સવાલ પર પણ નિખીલ દોંગાએ જવાબ આપ્યો હતો. દોંગાએ જણાવ્યું કે, સારવાર માટે હું પોલીસના જાપ્તામાંથી થયો હતો ફરાર થયો હતો. ગોંડલમાં પાટીદારો પર દમન થતા હોવાની પણ નિખીલ દોંગાએ દાવો કર્યો હતો. હવે તે લડવા માટે ટુંક જ સમયમાં આવશે તેવું જણાવ્યું હતું.

(7:57 PM IST)