News of Wednesday, 14th May 2025
મેઘાણીનગરમાં ફરિયાદ ન નોંધનાર ૪ પોલીસકર્મી તાત્કાલિક સસ્પેન્ડ
અમદાવાદ પોલીસબેડામાં ફફડાટઃફરિયાદ નોંધાવા પહોંચેલા યુવકને હાજર કર્મીએ શિફ્ટ પુરી થઇ ગઇ હોવાનું કહીને ફરિયાદ નોંધી ન હતી

અમદાવાદ,તા.૧૪
અમદાવાદ પોલીસબેડામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવા પહોંચેલા યુવકને હાજર કર્મીએ શિફ્ટ પુરી થઇ ગઇ હોવાનું કહીને ફરિયાદ નોંધી ન હતી. જેથી ફરિયાદીએ ઝોન-૪ના ડીસીપી કાનન દેસાઇને ફોન કરી જાણ કરતાં તેમણે પોલીસે સ્ટેશનની મુલાકાત લઇને ૪ પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ઇક્નવાયરી રૃમમાં હાજર પોલીસકર્મીએ શિફ્ટ પુરી થતાં અરજદારની ફરિયાદ લીધી ન હતી. પોલીસકર્મીની બેદરકારીના લીધે ફરિયાદી યુવક સાથે ફરીથી મારામારીની ઘટના બની હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને ઝોન-૪ના ડીસીપી કાનન દેસાઇએ ઇક્નવાયરી ઇન્ચાર્જ પંકજ કુમાર દશરથ, રાઇટર ચિરાગકુમાર અશોકભાઈ, PSO અમિતકુમાર વિજયભાઈ અને રાઇટર કિંજલબેન વિઠ્ઠલભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
