<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

AMCએ હેવમોરને ૫૦ હજારનો દંડ ફટકાર્યો

આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવાનો મામલોઃસમગ્ર મામલે મહિલાને ઉલટી થયા બાદ તેની તબિયત લથડતા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે

અમદાવાદ,તા.૧૪

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી કોર્નરમાં આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળી હતી. આ મામલે AMC વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં હેવમોરની ફેક્ટરીમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં AMC વિભાગ દ્વારા આઈસ્ક્રીમના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. સાથે જ હેવમોરને ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ મણિનગરમાં આવેલું મહાલક્ષ્મી કોર્નર પણ AMC દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે.ગ્રાહક જ્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો, તે જ સમયે કંઈક અજુગતું મોઢામાં આવી જતા બહાર કાઢીને જોયું તો ગરોળી પૂંછડી બહાર આવી હતી. સમગ્ર મામલે મહિલાને ઉલટી થયા બાદ તેની તબિયત લથડતા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે. ઘટનાને લઈને AMC ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. સાથે જ હેવમોર કંપનીને ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સમગ્ર મામલે મહાલક્ષ્મી કોર્નરને એએમસી દ્વારા એટલા માટે સીલ કરવામાં આવ્યું કે તેના દુકાન માલિક પાસે યોગ્ય કાગળ ન હતા. જેને લઈને એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામિાં આવી છે. આઈસ્ક્રીમમાંથી ગરોળી નિકળવાની ફરિયાદ એમએમસીને મળતા જ એએમસી ફુડ વિભાગ એક્શનમાં આવી ગયું અને તેમણે હેવમોરની ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હાલ એએમસી ફુડ વિભાગ એક્શનમાં આવી ગયું છે. ફેક્ટરીમાં તપાસ હાથ ધરીને આઈસક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથેજ ૫૦ હજરનો દંડ ફટકાર્યો એ તો અલગ. જોકે આ બનાવને લઈને હાલ શહેરીજનો વિચારમાં મુકાઈ ગયા છે. હાલ ગરમીની સિઝનમાં લોકો આઈસ્ક્રીમ સૌથી વધારે ખાય છે અને આજ સમયે આવો બનાવ સામે આવતા લોકો વિચારમાં મુકાઈ ગયા છે.

(10:11 PM IST)