News of Wednesday, 14th May 2025
AMC પકડાયેલા રખડતા પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરશે
પશુઓનો ત્રાસ શહેરમાંથી દૂર કરવાની અભૂતપૂર્વ કામગીરી:ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જેના દ્વારા ગાયના છાણમાંથી બાયોગેસ પ્લાન્ટ શરૃ કરાયો હશે

અમદાવાદ,તા.૧૪
અમદાવાદઃ શહેરમાં પકડાયેલા રખડતા પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવા અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ શરૃ કર્યો છે. ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જેના દ્વારા ગાયના છાણમાંથી બાયોગેસ પ્લાન્ટ શરૃ કરાયો હશે.
એએમસી સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ની અસરકારક અમલવારી કરાવી શહેરમાંથી રખડતા પશુઓનો ત્રાસ શહેરમાંથી દૂર કરવાની અભૂતપૂર્વ કામગીરી છે. રાજ્યના તમામ શહેરોએ નોંધ લીધી છે. લાયસન્સ / પરમીટ વગરના તથા રખડતા પશુઓને પકડી દાણીલીમડા અને બાકરોલ કરુણા મંદિરમાં રાખી ઘાસચારો, પાણી, તબીબી સારવાર, દેખરેખ, સેવા નિભાવ જેવી પશુવિષયક વ્યવસ્થાઓ / સવલતો ઉભી કરાયેલ છે. કરુણા મંદિરમાં દૈનિક ધોરણે ૨૫૦૦ કિ.ગ્રા. જેટલુ છાણ / ગ્રીન વેસ્ટ જનરેટ થાય છે. કચરાના પ્રોસેસીંગ માટેના માન્ય સિદ્ધાંતો Reduce, Reuse, Recycle, Resource, Repurpose energy નો concept બજેટ બુક ૨૦૪-૨૫માં રજૂ થયેલ “Circular Economy" concept તથા *Nª Zero Cell"ની ગાઇડલાઇન મુજબ જનરેટ થતા છાણમાંથી રિસોર્સ, એનર્જી, રીયુઝ કરી છાણમાંથી વિવિધ પ્રોડક્ટસ બનાવવામાં આવે છે.
દૈનિક ધોરણે જનરેટ થતુ ૨૦૦૦ કિ.ગ્રા. જેટલુ છાણ મ્યુનિ. કોર્પો.ના બગીચા ખાતાની ગ્યાસપુર ખાતેની સાઇટમાં લઇ જઇ ખાડો કરી આ છાણ રાખવામાં આવે છે. નિયત સમય બાદ તે સુકાય જાય છે તથા પ્રક્રિયા થયા બાદ તૈયાર થતા ખાતરનો મ્યુનિ. કોર્પો.ના ૬૨ જેટલા ગાર્ડનમાં દૈનિક ધોરણે ૧૫૦૦ કિ.ગ્રા.થી પણ વધારે ખાતર તરીકે રોપા ઉછેર, નર્સરી, સોઈલ એનરિચર, તરીકે હાલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી દૈનિક ધોરણે છાણ /સૂકા ઘાસનો ઉપયોગ કરી છાણાં, સ્ટીક, ખાતર વગેરે બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ વૈદિક હોળી તથા શહેરના સ્મશાનોમાં અંતિમવિધિમાં થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરી વર્ષ ૨૦૨૫માં સાત ઝોનમાં ૫૭ સ્થળોએ છાણમાંથી બનેલ છાણાં / સ્ટીક પુરા પાડી નાગરિકો દ્વારા થયેલ વૈદિક હોળીની ઉજવણી કરાયેલ. કેપિટલ કોસ્ટ રૃ.૩૨ લાખ.
છાણ, ઘાસચારો વિગેરેના ગ્રીન વેસ્ટનો ઉપયોગ દૈનિક ૧ ટન.
દૈનિક ધોરણે ૫૦ કિ.ગ્રા. બાયોગેસ જનરેટ થશે. જેનો ઉપયોગ કોમ્યુનિટી કિચન, કેન્ટીન વગેરેમાં કરી શકાશે.કરુણા મંદિરની મુલાકાતે ગૌ-વંશની સેવા અર્થે આવનાર મુલાકાતીઓ માટે ચા-કોફી, નાસ્તો વગેરેની સુવિધા અર્થે બાયોગેસનો ઉપયોગ કરવા આયોજન કરાશે.દૈનિક ધોરણે ૪૦ યુનિટ ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. જેનો ઉપયોગ કરુણા મંદિરની પ્રિમાઈસીસની લાઇટો માટે થવાથી વીજળીના બિલમાં ઘટાડો થશે.
બાયોગેસની સાથે જનરેટ થતી સ્લરી સોઇલ એનરિચર હોવાથી નર્સરી તથા ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ કરી શકાશે.
બાયોગેસનું ખાતર જનરેટ થશે જે કિચન ગાર્ડન, નર્સરી તથા ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ કરી શકાશે.શાકભાજી, ફુલો, ફળો, પાંદડા, ફૂડ વેસ્ટ, હોટલ, કિચન વેસ્ટ, હોર્ટીકલ્ચર વેસ્ટ વિગેરે ઓર્ગેનિક ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી શકાશે.
ઓર્ગેનિક ખેતી, કિચન ગાર્ડન, નર્સરી, ઓર્ગેનિક બાયો ખાતર, સોઇલ એનરિચર વિગેરેના ઉપયોગથી જમીન ફળદ્રુપ બનશે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
