<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

ગાંજાની હેરાફેરી કરતા દંપતીને ફોર વ્હીલ ગાડી માં કિ.રૂ.૪,૩૫,૬૦૦ના જથ્થા સાથે પકડી પાડતી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓની સૂચના આધારે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘનશેરા આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ ખાતે સતત સર્તકતા અને અસરકારક વાહન ચેકીંગ રાખી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ સૂચના કરવામાં આવેલ હોય જે આધારે લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવીઝન રાજપીપલા નાઓના માર્ગદર્શન આધારે સાગબારા પોલીસ કેફી પદાર્થોની હેરાફેરીની ગેર કાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સતત કાર્યશીલ છે.અને જે આધારે સી.ડી. પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગાબારા પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી આધારે સાગબારા પો.સ્ટેના ઘનશેરા આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી વોચ ગોઠવી એક મારૂતી સ્વીફ્ટ કાર નંબર GJ 03 NP 2078 માં ગે.કા.અને વગર પાસ પરમીટે બીન અધિકૃત રીતે માદક પદાર્થ સુકા ગાંજાની અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરતા દંપતિ (૧) સુલતાન ફૈજમહંમદ જુમ્માભાઇ રાઉમા (૨) રેશમા વા/ઓ સુલતાન ફૈજમહંમદ જુમ્માભાઈ રાઉમા (બન્ને મુળ રહે, સાંતલપુર (હિરાસરી), તા. સાંતલપુર, જી.પાટણ ) તથા જયપ્રકાશ નગર, શેરી નંબર-૧૪ ભગવતીપરા મેઇન રોડ રાજકોટ, હાલ રહે ક્રિષ્ણાપાર્ક સોસાયટી એ-૪ મોરબી ઝરીનાબેનના મકાનમાં તા.જી.મોરબી ) નાઓને માદક પદાર્થ સુકો ગાંજો ૪૩ કિલો ૬૫૦ ગ્રામ કિંમત રૂપીયા ૪,૩૫,૬૦૦/- ના જથ્થા તથા વાહન મોબાઇલ અને અન્ય સહીત કુલ કિંમત રૂપીયા ૮,૫૫,૬૦૦/- નો મુદ્દામાલ શ્રી પી.જે.પંડયા પોલીસ ઇન્સપેક્ટર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન તથા સી.ડી.પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગાબારા પોલીસ સ્ટેશન તથા સાગબારા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે મળી સંયુક્ત રીતે તપાસ કરી કામે ઓરીસ્સા રાજ્યમાંથી ગાંજાની હેરાફેરી કરતા પતિ-પત્નીને પકડી પાડી તથા મુદ્દામાલ સપ્લાય કરનાર ઇસમને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત :(૧) સુલતાન ફૈજમહંમદ જુમ્માભાઇ રાઉમા(૨) રેશમા વા/ઓ સુલતાન ફૈજમહંમદ જુમ્માભાઈ રાઉમા ( બન્ને મુળ રહે. સાંતલપુર (હિરાસરી), તા. સાંતલપુર, જી.પાટણ તથા જયપ્રકાશ નગર, શેરી નંબર -૧૪ ભગવતીપરા મેઇન રોડ રાજકોટ, હાલ રહે ક્રિષ્ણાપાર્ક સોસાયટી એ-૪ મોરબી ઝરીનાબેનના મકાનમાં તા.જી.મોરબી) વોન્ટેડ આરોપી. લંડાસીંગ રહે.રાયપંપા ગામ, બરહમપુરા રોડ, તા. પદમપુર, જી.રાયગડા( ઓરીસ્સા) મો.નં.
65९२१05353
પકડાયેલ મુદામાલ ની વિગત :(૧) માદક પદાર્થ વનસ્પતિજન્ય સુકો ગાંજો- ૪૩ કિલો ૬૫૦ ગ્રામ કિ. રૂ.૪.૩૫,૬૦૦/-(૨) સફેદ કલરની મારૂતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ-03-M- 2078 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-(૩) બન્ને આરોપીઓના સ્માર્ટ મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/-મુદ્દામાલ કુલ કિ.રૂ.૮.૫૫,૬૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઓ:(૧) પી.જે. પંડયા પોલીસ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન (૨) સી.ડી. પટેલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સાગબારા પોલીસ સ્ટેશન(3) પી.આર.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન (૪) એ.એસ.આઇ લાલસીંગભાઇ રાહીયાભાઈ બ.નં.૬૨૩ સાગબારા પોલીસ સ્ટેશન

(10:22 PM IST)