<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

તિલકવાડાના રામપુરી ગામ માં વીએચપી અને બજરંગ દળની બેઠકમાં યુદ્ધની સ્થિતિ બાબતે ચર્ચા કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 13/05/2025 ના રોજ તિલકવાડા પ્રખંડ ના રામપુરી ગામમાં એક બેઠક યોજાઈ જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના જીલ્લા અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ, જિલ્લા મંત્રી ગૌતમભાઈ પટેલ, જિલ્લા સહમંત્રી જયદીપસિંહ ચાવડા, જિલ્લા મીડિયા પ્રસાર પ્રમુખ વિજયસિંહ ચૌહાણ, જિલ્લા મંદિર એવમ અર્ચક પુરોહિત પરેશભાઈ પંડ્યા, જિલ્લા બજરંગદળ સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી બેઠકમાં તિલકવાડા પ્રખંડ ના આજુબાજુ ગામના 200 થી વધુ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી આ બેઠકમાં રામપુરી ગામના દિનેશભાઈ બારીયા જે વિશ્વ હિન્દુ પરિષદના સક્રિય કાર્યકર્તા છે અને એમની ટીમ દ્વારા બહુ સરસ આયોજન કરેલું હતું આ બેઠક નવા કાર્યકર્તાઓ અને જે પહેલ ગામમાં થયેલ હુમલો તેના સંદર્ભે આપના સરહદના જે સૈનિકો માટે જ્યારે જ્યારે બ્લડ જરૂર પડશે તો બ્લડ ડોનેશન કેમ્પ પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થશે અને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આપણે શું પગલાં લેવા તેના અલગ અલગ વિષયો વિશે ચર્ચા વિચારણા થઈ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ જ્યારે જ્યારે દેશમાં કોઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ કે કુદરતી હોનારત અથવા કોઈપણ સેવા કાર્ય માટે વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ હંમેશા તૈયાર રહેશે આ બેઠક અગાઉ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા કલેક્ટર ઓફિસે એક કોન્ફરન્સમાં હાજરી આપી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ  યાદી આપી ત્યારબાદ પોલીસ ટીમ જોડે વિશ્વ હિન્દુ પરિષદના દરેક કાર્યકર્તા કોઈપણ હોનારત માટે તૈયાર રહેશે

(10:23 PM IST)