News of Thursday, 15th May 2025
હવેથી સરકારી કર્મી-અધિકારીઓ, પેન્શનરોને ૧૦ લાખ સુધી કેશલેસ સારવારનો લાભ મળશે
રાજ્યમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજનાને મંત્રીમંડળની બહાલી : આશરે ૬.૪૦ લાખ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને લાભ મળશે

અમદાવાદ તા.૧૫: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠકમાં સરકારે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ અપાશે. રાજ્યમાં હાલ અમલી -ધાનમંત્રી જનઆરોગ્ય યોજના PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઈ લાભ અપાશે. રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને G સિરીઝનું AB-PM-JAY-MAA કાર્ડ અપાશે. કાર્ડ અંગેની કાર્યવાહી PMJAY નોડલ એજન્સી SHA (STATE HEALTH AGENCY)કરશે. આ યોજના અંતર્ગત રૂ. ૩૦૩.૩ કરોડનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર પ્રતિ કુટુંબ દીઠ રૂ.૩૭૦૮નું વાર્ષિક પ્રીમિયમ ચૂકવશે.
પ્રવક્તા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલ, સરકારી સમકક્ષ હોસ્પિટલ અને PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલ ખાતે નિયત કરેલી પ્રોસિજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ બહારના દર્દી તરીકે (OPD) ૬ની સારવારનો સમાવેશ થશે નહીં. હાલ આપવામાં આવતા માસિક મેડિકલ એલાઉન્સ (૧૦૦૦ રૂ.) યથાવત મળવાપાત્ર રહેશે. રૂ.૧૦ લાખ ઉપરાંતના ખર્ચ માટે અને સારવારની પ્રોસિજર AB-PMJAY-MAAમાં ઉપબ્ધ ન હોય અને હોસ્પિટલ PMJAYમાં એમ્પેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે. (૩૮.૧૦)
સરકારી કર્મચારીઓ-પેન્શનર્સમાં કોને-કોને અને કઈ રીતે લાભ મળશે
હાલ PLAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨૬૫૮ હોસ્પિટલમાં ૯૦૪ ખાનગી અને ૧૭૫% સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. જેમાં ૨૪૭૧ નક્કી કરાયેલી પ્રોસિજર-મુજબની સારવાર આવરી લેવામાં આવે છે. રાજ્યમાં ફરજ બજાવતા ALL INDIA SERVICES (ALS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે. તે તમામને લાભ મળશે.(૩૮.૧૦)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
