<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજયના 20 જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના : જાણો ક્યાં- ક્યાં જિલ્લામાં મેઘરાજાની સવારી પહોંચશે

છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ 30-40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદ :ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 17 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચે તેવી શક્યતા છે. આજે 15 મેના રોજ રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ 30-40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે જાણો 17 મે સુધી રાજ્યમાં હવામાન કેવું રહેશે.

આજે 15 મેના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા,ભરુચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ 30-40 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે

16 મેના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

17 મેના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

(4:39 PM IST)