News of Thursday, 15th May 2025
અમદાવાદઃ રખિયાલના મોરારજી ચોકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન
હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયું: 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવાયું.

અમદાવાદઃ અમદાવાદના રખિયાલના મોરારજી ચોકમાં ડિમોલિશન હાથ ધરાયુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું છે . હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયું હતું. 20થી વધુ કારખાના અને દુકાન પર બુલડોઝર ફેરવાયું છે જાણવા મળ્યા મુજબ કોમન ઓપન પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું હતું. અગાઉ 2008માં પણ દબાણો દૂર કર્યા છતાં બાંધકામ થયું હતું . મિલ મજૂરો માટેની સ્કીમમાં ગેરકાયદે બાંધકામ કરી દેવાયું હતું . પ્લોટ પર બાંધકામ કરી નમાજની જગ્યા બનાવી દેવાઈ હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
