તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 15th May 2025
મોરબીના પૂર્વ કલેકટર જે.બી. પટેલનું દુઃખદ નિધન
વોકિંગ દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવતા સુરતની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

જયેશ પટેલ, ટંકારા : મોરબીના પૂર્વ કલેકટર શ્રી જે.બી. પટેલનું દુઃખદ અવસાન થયું છે. તેઓ વોકિંગ કરી રહ્યા હતા ત્યારે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
શ્રી જે.બી. પટેલે મોરબીના કલેકટર તરીકે કોરોના મહામારી દરમિયાન પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી હતી. નિવૃત્ત થયા બાદ તેઓ સુરતથી અમેરિકા સ્થાયી થયા હતા. હાલમાં તેઓ સુરત આવ્યા હતા ત્યારે તેમને અચાનક બ્રેઈન એટેક આવ્યો હતો, જે તેમના નિધનમાં પરિણમ્યો. તેમના નિધનથી તેમના પૂર્વ સહકર્મીઓમાં અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
