<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

પતિ-પત્‍નીના ઝગડા વધ્‍યા, મુદ્દાઓ બદલાયા, અભયમ પર ફરિયાદોનો વરસાદ

આજે આંતરરાષ્‍ટ્રીય પરિવાર દિવસ મહિલા હેલ્‍પલાઇન અભયમ દ્વારા કરવામાં આવેલા કાઉન્‍સેલિંગમાં ૧.૦૮ લાખ કેસમાં સમાધાન કરવામાં આવ્‍યું

અમદાવાદ, તા.૧૫: આજે ૧૫મી મે, એટલે આંતરરાષ્‍ટ્રીય પરિવાર દિવસ છે. પરંતુ શું અત્‍યારે પરિવારનું મહત્‍વ એટલું છે ખરા? વર્ષો પહેલા લોકો સંયુક્‍ત પરિવારમાં રહેતા હતાં, તેમ છતાં પણ પરિવાર સુખ અને શાંતિ હતી. જ્‍યારે અત્‍યારે તો લોકો એકલા રહેવા લાગ્‍યાં છે, છતાં ઝઘડાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતની વાત કરવામાં આવે તો, છેલ્લા ૨ વર્ષમાં ૧.૧૦ લાખ કોલ મહિલા હેલ્‍પલાઇન અભયમને મળ્‍યાં છે. આમાં માત્ર પારિવારિક ઝઘડો થયો હોવાનું જાણવા મળ્‍યું છે.

લોકોમાં સંયમ અને સહનશક્‍તિ સતત ઘટી રહી છે. હવે લોકોને પોતાની નોકરીના હોદ્દા મામલે ઈગો આવ્‍યો છે, જેના કારણે પતિ અને પત્‍ની વચ્‍ચે બબાલો વધી છે. આમાં મુખ્‍ય કારણે એકબીજાને સમય ના આપવો, વારંવાર પોતાના નોકરીને -ાધાન્‍ય આપવું, બિનજરૂરી ખર્ચા અને સ્‍વામીત્‍વના કારણે ઝઘડા થઈ રહ્યાં છે. આંકડાની વાત કરવામાં આવે તો, છેલ્લે બે વર્ષમાં અભયમની ટીમને પારિવારિક ઝઘડાના અમદાવાદમાં ૨૦,૩૪૭ કોલ, સુરતમાં ૯૩૧૯ કોલ, વડોદરામાં ૯૦૩૦ કોલ, રાજકોટમાં ૮૭૮૯ કોલ, કચ્‍છમાં ૫૩૩૩ કોલ અને બનાસકાંઠામાં ૩૬૧૦ કોલ મળ્‍યાં હતા.

અભયની ટીમે દરેકના ઘરે જઈને કાઉન્‍સેલિંગ કર્યું હતું. અભયમ દ્વારા કરવામાં આવેલા કાઉન્‍સેલિંગમાં ૧.૦૮ લાખ કેસમાં સમાધાન કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે બાકીના બે હજાર કેસમાં પતિ-પત્‍ની એકબીજાથી અલગ થવા માંગતા હોવાથી મામલો કોર્ટ સુધી પહોચ્‍યો છે. આવામાં પરિવારમાં કયાંથી સુખ અને શાંતિ સ્‍થપાશે? ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરોમાં રહેતા લોકોમાં ઝઘડાઓ વધી રહ્યાં છે. કારણ કે, અહીં સંયુક્‍ત કુટુંબમાં રહેવાનું ચલણ ખૂબ જ નહિવત છે. એકલા રહેતા હોવાથી પતિ-પત્‍નીમાં ઈગો, સર્વત્‍વ, વર્ચસ્‍વ અને સ્‍વામીત્‍વની ભાવનાઓ વધવા લાગી છે. એટલું જ નહીં પરંતુ બિનજરૂરી ખર્ચના કારણે પણ ઝઘડો થયા છે અને વાત છુટાછેડા સુધી પહોંચી જાય છે. આવા કેસમાં મનોચિકિત્‍સકની સલાહ લેવાનું રાખવું જોઈએ.

આજે આંતરરાષ્‍ટ્રીય પરિવાર દિવસ છે. આ દિવસની વાત કરવામાં આવે તો, ૧૯૯૩ની સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘની જનરલ એસેમ્‍બલીએ A/RES/૪૭/૨૩૭ પ્રસ્‍તાવ સાથે આંતરરાષ્‍ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

(4:25 PM IST)