<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

વખતે ગુજરાત રાજ્યમાં ચોમાસુ પાંચથી સાત દિવસ વહેલુ પહોંચશે : હવામાન વિભાગની ધોમધખતા તાપમાન રાહત આપતી આગાહી

27 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચી જશે ત્યાંથી ચોમાસું આખા દેશમાં ખૂબ ઝડપી ગતિએ આગળ વધશે : ૧૬ મેની આસપાસ દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના સંકેત

 

 

 

 

 

 

અમદાવાદ તા.૧૫

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસુ પાંચથી સાત દિવસ વહેલા પહોંચશે. ગુજરાતમાં પ્રિમોનસૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે. ૨૩ થી ૩૦ મે દરમિયાન ઘણી જગ્યાએ પૂર્વ-ચોમાસાની ગતિવિધિઓ થઈ શકે છે. હવામાન વિભાગે આજે અને કાલે રાજ્યમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.

કેરળમાં આ વર્ષે 16 વર્ષ બાદ ચોમાસું જલ્દી પહોંચશે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો આગમન સમય 1 જૂન છે. પરંતુ આ વર્ષે 4 દિવસ પહેલા એટલે કે 27 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચી જશે. ત્યાંથી ચોમાસું આખા દેશમાં ખૂબ ઝડપી ગતિએ આગળ વધશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં સમય કરતાં વહેલા પ્રવેશ કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો આગમન સમય 15 જૂન છે. જો કે આ વર્ષે 4 દિવસ પહેલા 10 કે 11 જૂનની આસપાસ પહોંચી જશે. 12 જૂનની આસપાસ તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને એટલું જ નહિ ખૂબ ઝડપે આખા રાજ્યને કવર કરી લેશે.

૧૬ મેની આસપાસ દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના સંકેતો છે. આનાથી ચોમાસાની તાકાત અને ગતિ બંનેમાં વધારો થઈ શકે છે. તેની અસરને કારણે, શ્રીલંકા અને મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસાનું આગમન 26 મેની સામાન્ય તારીખ પહેલાં થઈ શકે છે.

(4:41 PM IST)