<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરત માર્કેટ યાર્ડમા 420 રૂપિયા બોલાયો : જાણો 19 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 5,104.87 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 5,104.87 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરત માર્કેટ યાર્ડમા 420 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 245 રૂ. અને નીચો ભાવ 40 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભરૂચમાં 340 રૂ., નડિયાદમાં 320 રૂ., આણંદમાં 300 રૂ., અમદાવાદમાં 280 રૂ., ગોંડલમાં 226 રૂ., જેતપુરમાં 221 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,104.87 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:04 PM IST)