<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો : જાણો 21 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 718.75 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 21 માર્કેટ યાર્ડમાં કુલ 718.75 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1400 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1080 રુ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય કાલાવડમાં 1330 રૂ., જેતપુરમાં 1316 રૂ., અમરેલીમાં 1150 રૂ., જસદણમાં 1070 રૂ., જૂનાગઢમાં 1065 રૂ., વેરાવળમાં 1026 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 718.75 ટન મગફળીની આવક થઇ છે.

(8:10 PM IST)