News of Friday, 16th May 2025
જન્મ-મરણની વિલંબિત નોંધની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટને જ રહેશેઃ હાઈકોર્ટ
નોંધણી અધિનિયમની કલમ-૧૩ને પડકારતી અરજી ફગાવાઈ : વિધાનસભાની વિવેકાધિન સત્તા સામે સવાલ ઉઠાવી ન શકાય

અમદાવાદ તા.૧૬: જન્મ અને મળત્યુ નોંધણી અધિનિયમમાં સંબંધિત સુધારાઓને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આકરા વલણ સાથે ફગાવી દીધી છે. હાઇકોર્ટે જન્મ મળત્યુ નોંધણી અધિનિયમની કલમ-૧૩માં વર્ષ ૨૦૨૩માં કરાયેલા સુધારાને બહાલી આપી છે, જેમાં એક વર્ષથી વધુ સમય માટે જન્મ અને મળત્યુની વિલંબિત નોંધણીની તપાસ કરવાનો અધિકાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટથી એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ અથવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
પિટિશનમાં એવો મુદ્દો ઉઠાવાયો હતો કે, કલમ-૧૩ના આ સુધારો ગેરકાયદે, ગેરબંધારણીય અને રદબાતલ થવાપાત્ર છે કારણ કે, તે નવાકાયદા બીએનએસએસની કલમ-૩(૨)(એ)ની વિરુદ્ધનો છે. જેમાં પુરાવાના મૂલ્યાંકન અંગેની કોઈપણ તપાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવાની હોય છે અને બીએનએસએસની કલમ-૩(૨)(બી) હેઠળ એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ ફકત વહીવટી - એક્ઝિકયુટિવ તપાસ કરી શકે છે.
સુધારેલી કલમ ૧૩(૩)માં જોગવાઈ કરાઈ છે કે, કોઈપણ જન્મ કે મળત્યુ જેની માહિતી એક વર્ષ પછી રજિસ્ટ્રારને મોડી આપવામાં આવે છે, તે ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકળત એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલા આદેશ પર જ નોંધણી કરવામાં આવશે. જન્મ કે મળત્યુની ખરાઈ ચકાસ્યા પછી અને નિર્ધારિત ફી ચૂકવીને. સુધારા પહેલા ફક્ત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ માહિતીની ખરાઈ ચકાસ્યા પછી આવી નોંધણી આપી શકતા હતા.
જોકે, હાઈકોર્ટે સુધારાની કાયદેસરતાને પડકારતી અરજી ફગાવતાં જણાવ્યું હતું કે, એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટને તપાસની સત્તા આપવાના વિધાનસભાની વિવેકબુદ્ધિ પર પ્રશ્ન ઉઠાવી શકાય નહી.(૩૮.૩)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
