<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ખેરાલુ વિસનગર રોડ પર દારૂ ભરેલી કાર ઝડપાઈ: કારમાંથી 6.34 લાખની કિંમતની 692 દારૂની બોટલ મળી

દારૂનો જથ્થો લાવનારા રાજસ્થાનના ડ્રાઈવર અને હેલ્પરની ધરપકડ: જથ્થો મોકલનારો અને મંગાવનારા સહિત કારનો માલિક વોન્ટેડ જાહેર

મહેસાણા: ખેરાલુ વિસનગર રોડ પર દારૂ ભરેલી કાર ઝડપાઈ છે,કારમાંથી 6 લાખ 34 હજારની કિંમતની 692 દારૂની બોટલ મળી આવી છે. દારૂનો જથ્થો લાવનારા રાજસ્થાનના ડ્રાઈવર અને હેલ્પરની ધરપકડ કરવામાં આવી હતી.. કાર, દારૂ સહિત કુલ 16 લાખ 44 હજારનો મુદ્દામાલ જપ્ત કરાય છે જયારે દારૂનો જથ્થો મોકલનારો અને મંગાવનારા સહિત કારનો માલિક વોન્ટેડ જાહેર કરાયો છે .

(2:06 PM IST)