<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

આજથી ત્રણ દિવસ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ, ઉતર ગુજરાતમાં હળવાથી મધ્‍યમ વરસાદની સંભાવના હવામાન ખાતુ

દક્ષિણ ગુજરાત ઉપર છવાયેલ અપરએર સાળકલોનિક સર્કયુલેશનના પગલે : રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ,બોટાદ અને દીવમાં વધુ શકયતા

 

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થઈ ચુકયું છે. જોકે, વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસની નવી આગાહી આપી છે. જેમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્‍યું કે, દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્‍લોનિક સકર્યુલેશન બનેલું છે, જેના કારણે રાજ્‍યમાં વરસાદી માહોલ ઊભો થયો છે. ૭ દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસવાની સંભાવના આજે શુક્રવારે  અનેક જિલ્લામાં ગાજવીજ સથે હળવાથી મધ્‍યમ વરસાદની શકયતા જેમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તેમજ સૌરાષ્‍ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શકયતા છે.

નોંધનીય છે કે, એક બાજુ જ્‍યાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્‍યાં ગુજરાતના અનેક જિલ્લામાં તાપમાન ૪૦ પાર જવાની પણ સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે, જેથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાનની આગાહી અનુસાર રાજકોટ, સુરેન્‍દ્રનગર અને અમદાવાદમાં તાપમાન ૪૦ પાર જઈ શકે છે.

(1:19 PM IST)