<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ગુજરાત કર્મયોગી સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા યોજના અમલમાં: પરિપત્ર પ્રસિધ્‍ધ

સરકારી કર્મચારીઓ અને પેન્‍શનર્સને કેશલેસ તબીબી સારવારનો લાભ

રાજકોટ તા. ૧૬: રાજય સરકારે જાહેર કરેલ ‘ગુજરાત કર્મયોગી સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા યોજના' (કેશલેસ બેનીફિટ) અંગેનો પરિપત્ર ગઇકાલે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુકત સચિવ શ્રી વી. બી. પઢારિયાની સહીથી પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યો છે તે અંતર્ગત લાભાર્થીને રૂા. ૧૦ લાખ સુધીની સારવારનો લાભ મળી શકશે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાત રાજયમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)  ના અધિકારીઓ તથા પેન્‍શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્‍શનરો તથા આ તમામનાં આશ્રિત કુટુંબીજનોને AB-PMJAY-MAA યોજના હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ મળવાપત્ર થશે. આ યોજના ‘‘ગુજરાત કર્મયોગી સ્‍વાસ્‍થ્‍ય સુરક્ષા યોજના (કેશલેસ હેલ્‍થ બેનીફિટ પેકેજ) તરીકે ઓળખાશે. પ્રવર્તમાન ગુજરાત રાજય સેવા (તબીબી સારવાર) નિયમો ર૦૧પ અને તેમનાં આનુષાંગિક ઠરાવોથી નિયત થયેલ જોગવાઇ મુજબની  PMJAY એમ્‍પેનલ્‍ડ હોસ્‍પિટલ ખાતે AB-PMJAY-MAA અંતર્ગતના પેકેજ અનુસાર થયેલ રોગની તબીબી સારવાર કેશલેસ મળવાપાત્ર થશે. અન્‍ય સંજોગો માટે તથા તેને આનુષાંગિક ઠરાવ અનુસાર અને ALL INDIA SERVICES (AIS) ના અધિકારીઓ માટે All India Services (Medical Attendance) Rules, 1954 અનુસાર મેડીકલ રીએમ્‍બર્સમેન્‍ટ મળવાપાત્ર રહેશે. સદર યોજના હેઠળ બહારનાં દર્દી (SPD)  તથા OPD અંતર્ગતની સારવારનો સમાવેશ થશે નહીં. આ યોજનાનો લાભ મેળવવા માટે ALL INDIA SERVICES (AIS) ના અધિકારીઓ અને હાલમાં ગુજરાત રાજય સેવા (તબીબી સારવાર) નિયમો ર૦૧પનો લાભ મેળવતાં હોય (સેવારત અને પેન્‍શનર્સ) તેઓએ AB-PMJAY-MAA કાર્ડ મેળવવાનું રહેશે. આ માટે "G" સીરીઝનું કાર્ડ ફાળવવા અને આ કાર્ડ અંગેની તમામ આનુષાંગિક કાર્યવાહી રાજયમાં AB-PMJAY-MAA યોજનાનાં અમલીકરણ માટે રચાયેલ નોડલ એજન્‍સી SHA (STATE HEALTH AGENCY)  દ્વારા કરવાની રહેશે.

(4:45 PM IST)