<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

બનાસકાંઠા જિલ્લાના ડીસાના બાલધોર ગામે આવેલી પાંજરાપોળમાં થોડા દિવસના અંતરમાં 36 ગૌ માતાના મોત થતા અરેરાટી

પશુપાલન વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી 15થી વધુ ગાયોને બચાવી લીધી

ડીસા તા.૧૬: ડીસાના બલોધર ગામે આવેલી પાંજરાપોળમાં એક પછી એક 36 ગાયોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં પશુપાલન વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને 15થી વધુ ગાયોને બચાવી લીધી હતી. મહત્ત્વનું છે કે, ગૌશાળામાં ઝએરી બનેલી બાજરી ખાવાને લીધે ગાયોનાં મોત થયા છે. મૃત ગાયોના અંતિમ સંસ્કાર ગૌશાળામાં જ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, બલોધર ગામે આવેલી ગૌશાળામાં લીલી કૂણી બાજરી ભારે બફારાના કારણે ઓથાઈ જતાં ઝેરી બની ગઈ હતી. આ બાજરી ખાધા પછી એક બાદ એક ગાયોનાં મોત થયા હતા. આ ઘટના અંગે જિલ્લા પશુપાલન અધિકારી ડૉક્ટર મહેશ ગામીએ જણાવ્યા મુજબ, આજે સવારે કૂણી બાજરી બફારામાં ઓથાઈ ગઈ હતી. આ બાજરી ખાધા બાદ ગાયોનાં મોત થયા હતા. પશુપશુ ચિકિત્સકો દ્વારા મૃત ગાયોનું પોસ્ટમોર્ટમ કરાયું છે. એનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. આ સાથે 15 ગાયોને બચાવી લેવામાં આવી છે.

(5:08 PM IST)