<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

હાંસોટ પંથકમાં વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક પલળી ગયો:હવે રોડ પર સૂકવવા માટે મજબુર

અંકલેશ્વરમાં ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકને ઘણુ નુકસાન:અનેક વિસ્તારોમાં તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો

ભરૂચના અંકલેશ્વર પંથકમાં  ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકને ઘણુ નુકસાન પહોંચ્યું છે. તો અનેક વિસ્તારોમાં તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં પણ ખેડૂતોનો ડાંગરનો પાક પણ કમોસમી વરસાદની ઝપેટમાં આવી ગયો છે. ખેડૂતો વરસાદમાં પલળી ગયેલા પાકને હવે રોડ પર સૂકવવા માટે મજબુર બન્યા છે

અંકલેશ્વર પંથકમાં રસ્તા પર જાણે સોનુ પાથર્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં આવેલા કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ મુખ્ય માર્ગ પર પાકને સૂકવવાની નોબત આવી છે.

કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે. પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો ત્યારે કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદને લઇને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ ઉપર લાવી સૂકવી રહ્યા છે. હાંસોટના કુડાદરાથી પંડવાઈને જોડતા 7.કી.મી.ના માર્ગ પર  ઠેર ઠેર ખેડૂતો પાક સૂકવતા નજરે ચડી રહ્યા છે, ત્યારે રસ્તા પર જાણે સોનું પથાર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

.

(6:52 PM IST)