તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે SMCના દરોડા: રૂ 7.50 લાખની કિંમતનો 75 ગ્રામ MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઝડપાયા
SMCએ આરોપી પાસેથી 7.50 લાખની કિંમતનો 75 ગ્રામ MD ડ્રગ્સ, 2 મોબાઈલ, 6000 રોકડ, વાહન સહિત 9.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે SMCએ દરોડા પાડ્યા હતા. SMCના દરોડા દરમિયાન 7.50 લાખની કિંમતનો 75 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા છે.
ગુજરાતમાં માદક પદાર્થો પર પ્રતિબંધ છે. થતા બુટલેગરો અને પેડલરો દારૂ હોય કે ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવા માટે અનેક કિમયાઓ અપનાવી રહ્યા છે. ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી અનેકવાર ડ્રગ્સ અને શંકાસ્પદ માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે SMCએ દરોડા પાડતાની સાથે 7.50 લાખની કિંમતનો 75 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જુહાપુરા ચાર રસ્તા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે 7.50 લાખની કિંમતનો 75 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે.
SMCએ આરોપી પાસેથી 7.50 લાખની કિંમતનો 75 ગ્રામ MD ડ્રગ્સ, 2 મોબાઈલ, 6000 રોકડ, વાહન સહિત 9.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCએ આરોપી જાવેદ મેમણ, સાહિલ માલાની અને વસીમ કાપડિયાની ધરપકડ કરી છે, જોકેડ્રગ્સ આપનાર સનાવર અને સબીર ફરાર છે. સમગ્ર મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
