તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
અમદાવાદના ચંડોળા તળાવના ફરી મેગા ડિમોલિશનની તૈયારીઓ શરૂ : સ્થાનિકોને મકાનો ખાલી કરવા નોટિસ
મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20મીથી શરૂ થશે : એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવા અંગેનો સર્વે શરૂ

અમદાવાદના ચંડોળામાં આગામી 20મી મેથી દબાણો તોડવાની કાર્યવાહી ફરીવાર શરૂ થશે. પોલીસ અને મહાનગર પાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ઝૂંપડાવાસીઓને EWS હેઠળ મકાન આપવાનું આયોજન કરાયુ છે. અહીં મૂળ ભારતીય નાગરિકોને જ મકાન મળશે. ચંડોળામાં પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઇ છે. હજુ પણ 2.5 લાખ ચો.મી.જગ્યા પર દબાણ છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20 મેના રોજ શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનની એસ્ટેટ ટીમ સાથે ફરી એકવાર મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવા અંગેનો સર્વે શરૂ થઈ ગયો છે. ચંડોળા તળાવમાં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની નોટિસ પણ આપી દેવામાં આવી છે.
અમદાવાદના ચંડોળા તળાવમાં આશરે 10 હજાર કાચા-પાકા મકાનો અને ઝૂંપડા આવેલા છે. અહીં રહેનારા તમામ લોકોને મકાનો ખાલી કરી દેવા માટેની નોટિસ અપાઈ છે.ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનનો બીજો તબક્કો 20 મેના રોજ શરૂ કરાશે.જેમ જેમ દબાણ અંગેનો સર્વે થતો જશે તેમ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવશે. આ સાથે બાઉન્ડરી વોલ અથવા ફેન્સિંગ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આમ, ચંડોળા તળાવના સ્થાનિકોને EWS હેઠળ મકાન આપવાનું આયોજન કરાયુ છે. અહીં મૂળ ભારતીય નાગરિકોને જ મકાન મળશે. ચંડોળામાં પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચો.મી.જગ્યા ખુલ્લી કરાઇ છે. હજુ પણ 2.5 લાખ ચો.મી.જગ્યા પર દબાણ છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
