<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

અમદાવાદમાં ગાડી લે-વેચના ધંધામાં નફાની લાલચ આપીને કરોડોની છેતરપીંડી: અનેકને શીશામાં ઉતાર્યા

તનવીરઅહેમદ મોહમદઉંમર દારૂવાલા સહિત કુલ 9 ફરીયાદીઓએ તેમની પાસે કુલ રૂપિયા ૬૮,૮૦,૯૩૪/-ની રકમ રોકાણ સ્વરૂપે આપી હતી

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં નાગરિકોને વિશ્વાસમાં લઈ "ગાડી લે-વેચના ધંધામાં નફો આપવાનો લાલચ" આપી કરોડોની છેતરપીંડી કરનાર અમીન હસમતભાઈ મેમણ સામે ઘેરાં આરોપો સામે આવ્યા છે. તનવીરઅહેમદ મોહમદઉંમર દારૂવાલા સહિત કુલ 9 ફરીયાદીઓએ તેમની પાસે કુલ રૂપિયા ૬૮,૮૦,૯૩૪/-ની રકમ રોકાણ સ્વરૂપે આપી હતી.

આ આખી ઘટના લગભગ દોઢેક વર્ષથી ચાલી રહી હતી, જેમાં અમીન મેમણે પોતાને વેપારી તરીકે ઓળખાવી નફાની લાલચ આપી નાગરિકોને મુંડીરોકાણ માટે પ્રોત્સાહિત કર્યા. દારૂવાલાએ એમ જણાવ્યુ કે પ્રથમ રકમ ૨.૫ લાખ રૂપિયા રોકડમાં ઇલિયાસભાઈ ભટ્ટીની ઘંટીના સ્થળે આપવામાં આવી હતી. પછી ૩.૫ લાખની લોન તેમના દિકરા દ્વારા પર્સનલ લોન લઇને હપ્તા ભરવાનું વચન આપી આપવામાં આવી હતી.

અમીનભાઈએ થોડી મહિના સુધી નફો અને હપ્તાની રકમ ભરપાઇ કરી લોકોનો વિશ્વાસ જીત્યો, પરંતુ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૪ બાદ તે અચાનક ગાયબ થઈ ગયા અને તેમનો ફોન પણ બંધ મળી રહ્યો છે. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે ફતેવાડી અને જુહાપુરા વિસ્તારમાં બીજા લોકોને પણ આવી જ રીતે લાલચ આપી નાણા લીધા છે. 

ફરીયાદમાં જણાવ્યા મુજબ અમીન મેમણએ લોકોને પોતાના એક જ રહેણાંક મકાનના જુદા જુદા ગીરો કરાર આપી નાણા ઉઘરાવ્યા હતા અને ભાડું આપવાનું કહેલું પણ પૈસા પરત આપ્યા નહોતા. ફરીયાદીઓએ તેને વિશ્વાસઘાત અને છેતરપીંડીનો આરોપ લગાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(10:34 PM IST)