<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

મંગળવારથી સાઈક્લોનીક અસર: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે :ક્યાંક 12થી 15 ઇંચ ખાબકશે

ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય :અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ :હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અત્યારે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 20થી 24 મે દરમિયાન સાઈક્લોનીક અસર જોવા મળશે. જેને લીધે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્ય સહિત દેશમાં આગામી 20 મે પછી વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં કેટલાક વિસ્તારોમાં 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં આગામી 20 મેથી 24 મે સુધી સાઈકલોનની અસરો જોવા મળી શકે છે. જેને લીધે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આગામી તારીખ 25થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડી શકે છે. આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે.

(11:38 AM IST)