તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કરતા નવસારીના એપીએમસીમાં ફળોના વેપારીએ તુર્કીના 13 મણ જેટલા સફરજનનો કચરાપેટીમાં નાંખીને નાશ કર્યો : ફળોના વેપારીનો અનોખો વિરોધ
તુર્કીના જેટલા પણ તમે એપલના વેપાર કરો છો એમની સાથે એ વેપાર તોડી નાંખો અને હિન્દુસ્તાનને મજબુત બનાવો : ફૂટના વેપારી ચંદ્રકાંતભાઈની અપીલ

નવસારી તા.૧૭ : નવસારીના એપીએમસીમાં ફળોના વેપારીએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ આપ્યો છે. જેના કારણે ફળોના વેપારીએ તુર્કીના 13 મણ જેટલા સફરજનનો કચરાપેટીમાં નાંખીને નાશ કર્યો છે. આ પગલું ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને આપેલા સમર્થનના વિરોધમાં લેવામાં આવ્યું છે. તુર્કીએ પાકિસ્તાનને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી હતી. જેના કારણે ભારતીયોમાં તુર્કી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
ફૂટના વેપારી ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે જે દેશની અંદર આંતકવાદનું નેટવર્ક ચાલતું હોય અને એ દેશ આપણ ને નુકશાન કારક થતું હોય તો એવા દેશનો તો અમે બહિષ્કાર કરતા જ છીએ પણ આવા દેશને જે સપોર્ટ આપે છે. એવા તુર્કીએ જે પાકિસ્તાનને સપોર્ટ આપ્યો એને કારણે આજે મેં તુર્કીના જેટલા પણ સફરજન હતા તેનો મેં નાશ કર્યો છે અને હું બહિષ્કાર કરું છું અને અમારા ફ્રુટના વેપારીને પણ આગ્રહ કરું છું કે તુર્કીના જેટલા પણ તમે એપલના વેપાર કરો છો એમની સાથે એ વેપાર તોડી નાંખો અને હિન્દુસ્તાનને મજબુત બનાવો.
વધુમાં કહ્યું કે, આપણા દેશને જે લોકો તોડવા માંગે છે એવા દેશનો આપણે બહિષ્કાર કરવો જોઈએ એમની કોઈ પણ વસ્તુ આપણે વેચવી ના જોઈએ અને એના ટુરિસ્ટ પર જે લોકો જતા હોય છે તેઓને પણ હું આગ્રહ કરું છું કે એ ટુરિસ્ટ રદ કરે અને બીજી કોઈ જગ્યાએ ફરવા જાય, એવા દેશ પાસે ના જાય જે એ લોકોએ આપણા પૈસાથી બીજા દેશને જે આતંકવાદનું નેટવર્ક ચલાવે છે તેને આપણામાંથી જ કમાયેલા પૈસાથી એ લોકોને પૈસા આપીને પ્રોત્સાહન વધારે છે એટલે હું બધાને અપીલ કરું છું કે તુર્કી સાથે વેપારનો કોઈ પણ કામ હોય તે સંદતર બંધ કરો.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
