<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

નવા પ્રદેશ ભાજપ પ્રમુખ બાલુભાઈ ખાંડેરાવ શુકલ?

નવા યુવા ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક પટેલ ?

રાજકોટ : ભારતીય જનતા પક્ષના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અચાનક વડોદરાના ભાજપ અગ્રણી અને ધારાસભ્‍ય શ્રી બાલકૃષ્‍ણભાઈ ખંડેરાવ શુકલ (બાલુભાઇ)નું નામ ઉભરી આવ્‍યુ છે. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી સંસદ સભ્‍ય હતા. ૨૦૧૪માં નરેન્‍દ્રભાઈ વડોદરા અને વારાણસીથી ચૂંટણી લડેલ ત્‍યારે આ સીટ ખાલી કરેલ. હાલ તેઓ વડોદરાના ધારાસભ્‍ય છે. તેઓ ૬૨ વર્ષના છે. શ્રી બાલુભાઈ મહારાષ્‍ટ્રીયન છે. એટલે જો આજે અથવા કાલે બાલુભાઈનું નામ જાહેર થાય તો ગુજરાતને બીજા મહારાષ્‍ટ્રીયન પ્રદેશ પ્રમુખ મળશે.

આ પહેલા શ્રી મયંક નાયક (રાજયસભાના સભ્‍ય)નું નામ પણ નિヘતિ મનાતુ હતું.

જયારે નવા યુવા ભાજપ પ્રમુખ તરીકે ધારાસભ્‍ય શ્રી હાર્દિક પટેલનું નામ પણ નિヘતિ ગણાવવામાં આવી રહ્યુ છે. ઉપરોકત અહેવાલ અંગે સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યુ છે.

(3:55 PM IST)