તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 17th May 2025
અમદાવાદના માધવપુરા વિસ્તારમાં રીક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
પોલીસે રીક્ષામાં મુસાફરનો સ્વાંગ રચી મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડીને અનેક ગુના ઉકેલી કાઢ્યા

અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં રીક્ષામાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. માધવપુરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના સહારે રીક્ષામાં મુસાફરનો સ્વાંગ રચી મોબાઈલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડીને અનેક ગુના ઉકેલી કાઢ્યા છે.
મળતી વિગત મુજબ અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં ઓટોરીક્ષામાં મુસાફર નજર ચુકવી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. રીક્ષામાં મુસાફર નજર ચુકવી ચોરી કરતી ગેંગ અવાર નવાર પેસેન્જરને ઓટો રીક્ષામા પાછળની સીટ ઉપર બેસાડી તેની નજર ચુકવીને સોનાના દાગીના અને રોકડની ચોરી કરે છે. માધવપુરા પોલીસે રીક્ષામાં મુસાફર નજર ચુકવી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ, માધવપુરા વિસ્તારમાં રીક્ષામાં મુસાફર નજર ચુકવી ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. સોનાના દાગીના અને રોકડની ચોરીનો ભેદ માધવપુરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના સહારે સફળતાપૂર્વક ઉકેલી લીધો છે.જેમાં આરોપી સલીમખાન ઉમરખાન પઠાણ,જાફર સમદ અબ્બાસી (ભીસ્તી) ધરપકડ કરવામાં આવી હતી. જેના પાસેથી સોના ચાંદી દાગીના, રોકડા રૂપિયા સહિત કુલ 4,13,000 મુદ્દામાલ કબજે કર્યો છે. માધવપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
