<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માતા કમળાબેન પટેલનું અવસાન : મુખ્યમંત્રીએ પુષ્પમાળા અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઋષિકેશ પટેલના માતા સ્વ. કમળાબેનને શ્રદ્ધાંજલી આપી : મુખ્યમંત્રીએ સ્વ. કમળાબેનને પુષ્પમાળા અર્પણ કરીને ઋષિકેશ પટેલને સાંત્વના આપી

અમદાવાદ :રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતા કમળાબેન ગણેશભાઈ પટેલનું 85 વર્ષની વયે આજે બપોરે અવસાન થયું છે. આજે સાંજે 5 વાગ્યે કમળાબેનની અંતિમ યાત્રા વિસનગરના થલોટા રોડ પર આવેલ હરિદ્વાર સોસાયટીથી નીકળી સિદ્ઘપુર મુક્તિધામ પહોંચી હતી. જ્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે પણ સ્વ. કમળાબેનને પુષ્પમાળા અર્પણ કરીને ઋષિકેશ પટેલને સાંત્વના આપી છે.

ગુજરાત સરકારના કેબિનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માતા કમળાબેન ગણેશભાઈ પટેલનું આજે અવસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઋષિકેશ પટેલના માતા સ્વ. કમળાબેનને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્વ. કમળાબેનને પુષ્પમાળા અર્પણ કરીને ઋષિકેશ પટેલને સાંત્વના આપી છે.

ભાજપના પ્રદેશ સહ પ્રવક્તા જયરાજસિંહ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા MLA મુકેશભાઈ પટેલ, દૂધસાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકતોઓ શ્રદ્ધાંજલી આપી છે.

કમળાબેન ગણેશભાઈ પટેલના નિધન બાદ અંતિમ દર્શન કરવા માટે તેમજ શ્રદ્ધાંજલી આપવા માટે વિસનગરમાં ભાજપના કાર્યકતાઓ, પરિવારજનો સ્નેહીજનો, વિસનગર શહેરના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કમળાબેનનને બે દીકરા છે. જેમાં એક જીતુભાઇ અને બીજા ઋષિકેશ પટેલ. ઋષિકેશ પટેલ હાલમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય છે.

(9:18 PM IST)