<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

૪ મહિનામાં ૧૦૯ લાંચિયા અધિકારીઓને પકડી લેવાયા

ACBએ ગુજરાતમાં સપાટો બોલાવી દીધોઃદરેક કેસમાં નાગરિકોની ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવવામાં આવ્યા હતા અને અધિકારીઓને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે

ગાંધીનગર, તા.૧૭

ગુજરાત રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા ચલાવવામાં આવતું અભિયાન આક્રમક બન્યું છે. વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ચાર મહિના દરમિયાન છઝ્રમ્એ ૯ એકમમાં કુલ ૭૬ ટ્રેપ કર્યા છે અને ૧૦૯ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

ACBના તમામ એકમો – અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને બોર્ડર વિસ્તારમાં અભિયાન ચાલી રહ્યું છે. તમામમાંથી ગાંધીનગર અને અમદાવાદ એકમ સૌથી વધુ અસરકારક સાબિત થયા છે, જ્યાંથી સૌથી વધુ લાંચિયા ઝડપાયા છે. અન્ય એકમોમાં પણ નોંધપાત્ર કામગીરી જોવા મળી છે, જ્યારે ભાવનગર અને જૂનાગઢ એકમમાં ચાર મહિના દરમિયાન સૌથી ઓછી કાર્યવાહી નોંધાઈ છે. ACBના સૂત્રોએ જણાવ્યું કે દરેક કેસમાં નાગરિકોની ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવવામાં આવ્યા હતા અને અધિકારીઓને રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ સરકારી કચેરીઓ, મહાનગર પાલિકા, તાલુકા કચેરીઓ, પોલીસ વિભાગ અને ગ્રામ પંચાયત સ્તરે લાંચ માંગવાના કેસો સામે આવ્યા છે.

ACB દ્વારા લેવામાં આવતી આ પ્રકારની કામગીરીથી સરકારી તંત્રમાં ભયનો માહોલ ઊભો થયો છે અને લાંચ માંગતા કર્મચારીઓએ સાવચેતી રાખવાની સ્થિતિ ઊભી થઈ છે. જો કે, લાંચ બંધ થતી નથી ત્યારે જ્યાજ સુધી નાગરિકો પોતાની હિંમત ન ગુમાવે અને ફરિયાદ કરે, તેવું ACBના અધિકારીઓએ જણાવ્યું છે. ગુજરાતમાં શરૃ થયેલા "ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન" હેઠળ દરેક અધિકારી અને કર્મચારીને જવાબદારીથી કામ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આવા સમયમાં ACB દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે તે નાગરિકોને ન્યાય આપવા માટે મહત્વપૂર્ણ છે. ટૂંકમાં કહીએ તો, ૪ મહિનામાં ૭૬ ટ્રેપ, ૧૦૯ સરકારી અધિકારીઓ અને કર્મીઓ ઝડપાયા છે. સૌથી વધુ ઝડપ ગાંધીનગર અને અમદાવાદમાં થઈ છે. છઝ્રમ્ની કામગીરી રાજ્યવ્યાપી અને સતત ચાલું રહેશે.

(10:32 PM IST)