News of Sunday, 18th May 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થશે અને ભારતનો વિજય થશે પાકિસ્તાનના 4 ભાગ થશે : અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરનાર વલસાડના સ્વામી યોગેશ્વરાનંદ ગીરીની ભવિષ્યવાણી
જ્યોતિષની દુનિયામાં તેઓ "સ્વામી યો" તરીકે જાણીતા :તેઓનો જન્મ મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં થયો હતો તેઓ વૈજ્ઞાનિક બનવા માગતા હતા, ગુજરાતના આદિવાસી બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરે છે

વલસાડ તા.૧૮ :
વલસાડના સ્વામી યોગેશ્વરાનંદ ગીરીએ પાકિસ્તાનના 4 ભાગ થશે તેવી ભવિષ્યવાણી કરી છે. વાસ્તવમાં સ્વામી યોગેશ્વરાનંદ ગીરીએ એક વર્ષ અગાઉ પોડકાસ્ટમાં ભવિષ્યવાણી કરી હતી. આ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી થઈ ચૂકી હતી. સ્વામીએ આગાહી કરી હતી કે, ભવિષ્યવાણી મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થશે. આ સાથે યુદ્ધ થમી ગયું, પરંતુ નિર્ણાયક યુદ્ધ થશે તો ભારતનો વિજય થશે તેવી ભવિષ્યવાણી કરી છે. આ સાથે તેમણે અગાઉ પાકિસ્તાનના 4 ભાગ થશે તેવી ચોંકાવનારી ભવિષ્યવાણી પણ કરી હતી. નોંધનીય છે કે, સ્વામી યો તરીકે જાણીતા યોગેશ્વરાનંદ ગીરીએ કરેલી મોટાભાગની વાત સાચી ઠરી છે.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. આતંકી હુમલાના જવાબ રૂપે ભારતીય સેનાએ શરૂ કરેલા ઓપરેશન સિંદૂર ને લઈ પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે અત્યારે આ યુદ્ધ થમ્યુ છે. પરંતુ હજુ પણ નિર્ણાયક યુદ્ધ થઈ શકે છે. આવી એક ભવિષ્યવાણી દેશભરમાં સ્વામી યો તરીકે જાણીતા વલસાડમાં રહેતાસ્વામી યોગેશ્વરાનંદ એ એક વર્ષ અગાઉ એક પોડકાસ્ટમાં કરી હતી. જેમાં તેમણે ભારત અને પાકિસ્તાનનું ટૂંક સમયમાં યુદ્ધ થશે તેવી ભવિષ્ય વાણી કરી હતી, જે સાચી ઠરી છે. ભવિષ્ય વાણી મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું .જો કે અત્યારે આ યુદ્ધને અલ્પવિરામ લાગ્યું છે. પરંતુ આગામી સમયમાં હજુ પણ નિર્ણાયક યુદ્ધ થશે અને તેમાં ભારત વિજય થશે અને પાકિસ્તાનના ચાર ભાગ થઈ જશે .આવી પણ ચોંકાવનારી ભવિષ્યવાણી સ્વામી યો એ કરી છે.
જ્યોતિષની દુનિયામાં સ્વામી યો તરીકે જાણીતા છે. સ્વામી યોનો જન્મ મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં થયો હતો. વિગતો મુજબ સ્વામી યો વૈજ્ઞાનિક બનવા માગતા હતા. આ સાથે સ્વામી યો કામ માટે દુબઈ પણ ગયેલા છે. આ તરફ દુબઈથી પરત ફરીને આધ્યાત્મિકતા તરફ આગળ વધ્યા હતા. સ્વામી ગુજરાતના આદિવાસી બાળકોને શિક્ષણ આપવામાં મદદ કરે છે. તેમણે અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
