News of Sunday, 18th May 2025
વડોદરાની દિવાળીપુરા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલુ કોર્ટે યુવાન કલાર્ક ક્રિપાલસિંહ જાડેજાનુ હૃદય રોગનો હુમલો આવતા મોત
મૂળ પાલિતાણાના વતની ક્રિપાલસિંહ અચાનક ઢળી પડતા કોર્ટમાં હાજર સ્ટાફ અને વકીલોએ તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા

વડોદરા તા.૧૮ : રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવાવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં કેટલાક લોકોને હૃદય રોગના હુમલા આવવાના કારણે મોત નિપજ્યા છે. જે વિષય ઘણો ચિંતાજનક છે. ત્યારે વડોદરાની દિવાળીપુરા ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલુ કોર્ટે યુવાન કલાર્કને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર કોર્ટમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને મૂળ પાલિતાણાના વતની ક્રિપાલસિંહ જાડેજા દિવાળીપુરા ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ગતરોજ ક્રિપાલસિંહ કોર્ટમાં ફરજ પર હતા. આ દરમિયાન ચાલુ કોર્ટે ક્રિપાલસિંહ અચાનક ઢળી પડતા કોર્ટમાં હાજર સ્ટાફ અને વકીલો દ્ધારા ક્રિપાલસિંહને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ક્રિપાલસિંહને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો થયો હોવાનું જણાયું છે
ચાર દિવસના ટૂંકા સમયગાળામાં દિવાળીપુરા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલ તથા કોર્ટમાં ચાલું ફરજ દરમિયાન ક્લાર્કના હૃદયરોગના હૂમલાને કારણે મોત નિપજતા વકીલ આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
