News of Sunday, 18th May 2025
અમદાવાદ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ - ટીડીઓ વિભાગ દ્વારા સરખેજ-મકરબા વિસ્તારમાં ગેરકાયદે 162 રહેણાંક યુનિટ અને 20 કોમર્શિયલ પ્રકારના બાંધકામો દૂર : 350 મીટરનો TP રસ્તો ખુલ્લો થયો
તમામ ગેરકાયદે બાંધકામો કરનારાઓને નોટિસો આપીને દબાણઓ દૂર કરવા તાકીદ કરી હતી જોકે, આ મામલે નોટિસો મળતાં ગેરકાયદે દબાણ કર્તાઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને 62 કબજેદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી

અમદાવાદ તા.૧૮ : AMC દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ - ટીડીઓ વિભાગ દ્વારા સરખેજ-મકરબા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો, દબાણો દૂર કરવા માટે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને શનિવારે 162 રહેણાંક યુનિટ અને 20 કોમર્શિયલ પ્રકારના બાંધકામો દૂર કરેલ છે. આમ, બે દિવસમાં 246 રહેણાંક અને 20 કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા અને 350 મીટરનો TP રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે.
મકરબામાં દબાણો હટાવવાની ઝૂંબેશના ભાગરૂપે પ્રતમ દિવસે શુક્રવારે મકરબામાં TP સ્કીમ- 84/એ (મકરબા)ના FP- 92/1 સેલ ફોર રેસીડેન્સીયલ, એરીયા- 20,273 ચો.મી. અને FP-92/2 સ્કૂલ, એરીયા- 4000 ચો.મી. તથા 850 મીટર લંબાઈના 18 મીટર રસ્તા પર કુલ 292 ગેરકાયદે દબાણો થઈ ગયા હતા. સરખેજ-મકરબામાં રહેણાંક 258 અને કોમર્શિયલ 28 તથા અન્ય 6 સહિત કુલ 292 જેટલા દબાણો છે.
AMCના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તમામ ગેરકાયદે બાંધકામો કરનારાઓને નોટિસો આપીને દબાણઓ દૂર કરવા તાકીદ કરી હતી. જોકે, આ મામલે નોટિસો મળતાં ગેરકાયદે દબાણ કર્તાઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને 62 કબજેદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આ મામલે હાઇકોર્ટ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાને પાત્ર થતા હોય તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપી કાર્યવાહી કરવા હુકમ કરી દાવાનો નિકાલ કરવામાં આવ્યો હતો. મકરબામાં 292 ગેરકાયદે દબાણ અને બાંધકામ કરનારા પાસે 2010 પહેલાં વસવાટ કરતા હોવા અંગેના પુરાવા ન હોવાથી AMCના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે TP સ્કીમ અંતર્ગત રસ્તો ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
