News of Sunday, 18th May 2025
સુરતના લસકાણા વિસ્તારમાં આહીર સમાજની નવનિર્મિત વાડીનું કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ
બિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માંડમ,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા

સુરતના લસકાણા વિસ્તારમાં આહીર સમાજની નવનિર્મિત વાડીનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રસંગે આહીર સમાજના યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે આ મોદીનું નવું ભારત છે, જ્યાં ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માંડમ,વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
