News of Sunday, 18th May 2025
આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવોથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા : જાણો ક્યાં દિવસે ક્યાં જિલ્લામાં વરસાદ પડશે
આજે રાજકોટ, સુરત, બનાસકાંઠા, મહીસાગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અમુક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો અમુક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 મે સુધી રાજ્યમાં હળવોથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજકોટ, સુરત, બનાસકાંઠા, મહીસાગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 18 મે 2025ના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
19 મે 2025ના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
20 મે 2025ના રોજ રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
21 મે 2025ના રોજ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં મોટભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
22 મે 2025ના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
23 મે 2025ના રોજ બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને કચ્છ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
24 મે 2025ના રોજ બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
